ગુજરાત
News of Saturday, 10th April 2021

રાજપીપળા શાક માર્કેટ બાબતે તંત્ર અને વેપારીઓ વચ્ચે મિટિંગ બાદ શનિવારથી કોવિડના પાલન સાથે મુખ્ય માર્કેટ કાર્યરત

જિન કંપાઉન્ડ,કન્યાશાળા મેદાન,ગાર્ડન સામેની જગ્યા ઉપર પાલીકા દ્વારા માર્કિંગ કરાયા છતાં કોઈ બેઠું નહિ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કોરોના ના વધતા કેસો બાદ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં તરીકે સૌથી ભીડ ધરાવતા શાક માર્કેટ નું જિન કમ્પાઉન્ડ માં વિભાજન કરવા તંત્ર એ તૈયારી કર્યા બાદ પાલીકા તંત્ર એ જાહેરાત કરતા વેપારીઓમાં વિરોધ ઉઠ્યો ત્યારબાદ તંત્ર એ તાત્કાલિક મિટિંગ બોલાવી જરૂરી સૂચનો આપ્યા બાદ વેપારી અગ્રણીઓ એ કેટલીક જવાબદારી લીધા બાદ આજે શનિવારે એ મુજબ મુખ્ય માર્કેટ ની જગ્યા પરજ કોવિડ ના પાલન સાથે વેપારીઓ ધંધો કરવા બેઠા હતા પરંતુ તંત્ર દ્વારા જિન કમ્પાઉન્ડ, કન્યાશાળા અને ગાર્ડન સામે ના મેદાનમાં માર્કિંગ કરી જગ્યા તૈયાર રાખવામાં આવી હતી ત્યાં એક પણ વેપારી જોવા મળ્યા ન હતા.
જોકે શુક્રવારે અધિકારીઓ સાથે થયેલી મિટિંગ માં ડીવાયએસપી રાજેશ પરમાર અને પ્રાંત અધીકારી ભગતે સ્પષ્ટ સૂચના આપી હતી કે શનિ,રવિવાર ના બે દિવસ માં વેપારીઓ તેમની રીતે કોવિડ ના નિયમોનુસાર ગોઠવણ કર્યા બાદ સોમવારે તંત્ર આ બાબતનું નિરીક્ષણ કરશે અને એમાં યોગ્ય પાલન નહિ જણાઈ તો પગલા લેશે.

(10:15 pm IST)