પાટણ શહેર જિલ્લાના કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા આવતી કાલે વિજયભાઈ રૂપાણી ની ઉચ્ચસ્તરીય બેઠક
કોરોનાના ઝડપી નિયંત્રણ માટે સ્થાનીક વહીવટ તંત્રને જરૂરી માર્ગદર્શન સૂચના આપશે
ગાંધીનગર: આવતીકાલે તા.૧૧.૦૪ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં પાટણ ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે તા.૧૧ એપ્રિલ ૨૦૨૧ના રોજ સવારે પાટણ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂમુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કો કરાયું છે, જેનાભાગરૂપે અગાઉ મોરબી અને રાજકોટ જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહોવટી તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા.