ગુજરાત
News of Saturday, 10th April 2021

વડોદરા:બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને ઓળખીતા સોનીને પૈસા ઉછીના આપવા ભારે પડયા:16 લાખ ની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા : બ્યૂટિ   પાર્લર ચલાવતી  એક મહિલાએ ઓળખીતા સોનીને હાથ ઉછીના આપેલા ૧૬ લાખ રૃપિયા પરત આપ્યા નહતા.જે અંગે મહિલાએ સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી  વધુ તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા ડભોઇ રીંગરોડ પર હરિ સાંઇ શરણમમાં રહેતા અને બ્યૂટિ પાર્લર ચલાવતા સોનલબેન રાજેશભાઇ જીંગરે પોલીસને જણાવ્યુ છે કે,અમે અગાઉ ફતેપુરા ચાર રસ્તા પાસે રહેતા હતા.ફતેપુરા વિનય વિદ્યાલયની બાજુમાં મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા અમારા જૂના સોની નંદકિશોર ઉર્ફે નદીયાભાઇ સોની પાસેથી અમે દાગીના ખરીદતા હતા.અને તેમની સાથે અમારે ઘર જેવો સંબંધ હતો.નંદકિશોરે એકવખત વાત કરી હતી કે,મારે ધંધાના કામ માટે પૈસાની જરૃરિયાત છે.જેથી,મેં માર્ચ-૨૦૧૮ થી નવેમ્બર-૨૦૧૯ સુધી ટૂકડે ટૂકડે કરીને અમુક રૃપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.અને કુલ રૃપિયા ૧૬ લાખ મેં નંદકિશોરને આપ્યા  હતા.તેની સામે નંદકિશોરે મને ૧૦ લાખ તથા ૫ લાખના બે ચેક આપ્યા  હતા.અને બાંહેધરી કરાર કરી આપ્યો હતો.ત્યારબાદ મેં અવાર-નવાર રૃપિયાની ઉઘરાણી કરી હતી.પરંતુ,સોનીએ  મને મારા  રૃપિયા આપ્યા નહતા.અને ચેક પણ એકાઉન્ટમાં જમા કરાવવાની ના પાડી હતી.હાલમાં કોરોનાની મહામારીના કારણે હું મારી બ્યૂટિ પાર્લરની દુકાનનું ભાડુ ચૂકવી નહી શકતા દુકાન માલિકે દુકાન ખાલી કરાવી દીધી છે.અને હાલમાં અમારે કોઇ આવક નથી.

(4:42 pm IST)