ગુજરાત
News of Saturday, 10th April 2021

સાવલીમાં બજારો સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે

દુકાન અને બજારો ખોલવાના સમયે લોકોને માસ્ક પહેરવું ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવુ પડશે.

વડોદરા : સાવલીમાં કોરોના કેસ વધતાં નગરપાલિકાએ મોટો નિર્ણય કર્યો છે. 11 એપ્રિલ થી 18 એપ્રિલ સુધી બજાર ખોલવાના સમયમાં ફેરફાર કરાયો છે. બજારો સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. સૂચનાનો અમલ જે વેપારી નહિ કરે તેની સામે નગરપાલિકા કડક કાર્યવાહી કરશે. દુકાન અને બજારો ખોલવાના સમયે લોકોને માસ્ક પહેરવું ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવુ પડશે. કલેક્ટર શાલિની અગ્રવાલની સાવલી મુલાકાત બાદ આ નિર્ણય લેવાયો છે.

(10:29 am IST)