પેટલાદના શેખડી ગામે સાંજના સુમારે ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:10 શખ્સો 12 હજારના મુદામાલ સાથે ઝડપાયા
પેટલાદ: શહેરના ડીવાયએસપી સ્કવોર્ડે ગઈકાલે સાંજના સુમારે શેખડી ગામના ખેતરમાં છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ૧૦ શખ્સોને ઝડપી પાડીને જુગાર ધારાની કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર કોરોના વાયરસને લઈને પેટ્રોલીંગ કરી રહેલા પેટલાદના ડીવાયએસપી સ્ક્વોર્ડની ટીમને માહિતી મળી હતી કે, શેખડી ગામની સીમમાં આવેલા શૈલેષભાઈ જશભાઈ પટેલના ખેતરમાં કેટલાક શખ્સો એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે છાપો મારતાં પ્રતિકકુમાર ઉમેદભાઈ પટેલ, વિશાલભાઈ કાન્તીભાઈ પટેલ, કુલીનકુમાર ઉર્ફે મોન્ટુ જયંતિભાઈ પટેલ, ભરતભાઈ હિંમતભાઈ પટેલ, પ્રથમેશ જયેન્દ્રભાઈ પટેલ, દિવ્યેનકુમાર બાબુભાઈ પટેલ, મીતેશભાઈ ઉર્ફે એલટી કાન્તીભાઈ પટેલ,અમીતભાઈ અરવિંદભાઈ પટેલ (રે. તમામ શેખડી), કુરમાશ હર્ષદભાઈ પટેલ (વિદ્યાનગર)અને કેતનકુમાર અરૂણભાઈ ભટ્ટ (આણંદ)ના ઝડપાઈ જવા પામ્યા હતા. દાવ પરથી ૫૪૪૦ તેમજ અંગજડતીમાંથી ૭ હજાર રોકડા મળીને કુલ ૧૨૪૪૦, ૮ મોબાઈલ તેમજ સ્થળ પરથી ચાર વાહનો મળીને કુલ ૬,૫૦,૪૪૦નો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.