ગુજરાત
News of Friday, 10th April 2020

નડિયાદ તાલુકાના કણજરીમાં કાકા-ભત્રીજા નજીવી બાબતે બાખડ્યા:સામસામે પક્ષે હુમલામાં 4ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ:તાલુકાના કણજરી તાબે આનંદપુરામાં રહેતાં કુટુંબી કાકા-ભત્રીજા પરિવાર વચ્ચે ગતરોજ જમીન મુદ્દે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતાં બંને પક્ષો સામસામે આવી જતાં કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે બંને પક્ષોની ફરીયાદ લઈ કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના કણજરી તાબે આનંદપુરામાં રહેતાં ભરતભાઈ રમણભાઈ પરમાર અને તેમના કુટુંબી કાકા મનુભાઈ પ્રતાપભાઈ પરમાર વચ્ચે ગતરોજ સાંજના સમયે જમીન મુદ્દે ઝઘડો થયો હતો. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બનતાં મનુભાઈ પરમારનું ઉપરાણું લઈ રવિન્દ્રસિંહ રૃપસિંહ પરમાર, લાલજી રૃપસિંહ પરમાર અને રમેશભાઈ પ્રભાતભાઈ પરમાર ધારીયું લઈ દોડી આવ્યાં હતા. અને ચારેય જણાં ભેગા મળી ભરતભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. દરમિયાન ઉશ્કેેરાયેલાં રમેશભાઈ પરમારે હાથમાનું ધારીયું ભરતભાઈના છાતીના ભાગે મારી દીધું હતું. જ્યારે મનુભાઈ પરમારે ખિસ્સાંમાંથી ચપ્પુ કાઢી ભરતભાઈના આંખ નીચે મારી ઈજા પહોંચાડી હતી.

(6:27 pm IST)