ગુજરાત
News of Friday, 10th April 2020

લોકડાઉનમાં સૌથી કફોડી હાલત રોજનું કમાઇને રોજ ખાનારા મજુરોનીઃ સુરતમાં બેકાર બનેલા મજૂરે ઘરમાં અનાજ અને રૂપિયા ન હોવાથી સગર્ભા પત્ની સામે જ કર્યો આપઘાત

સુરત: લોકડાઉનમાં સૌથી કફોડી હાલત રોજ કમાઈને રોજ ખાતા મજૂરોની થઈ છે. હાલ તેઓ બેકાર બની ગયા છે. સરકારે અનેક સહાય આપી છે, પરંતુ અનેક ગરીબો સુધી તે સહાય પહોંચી નથી રહી. આવામાં મજૂરો બેરોજગાર બન્યા છે.ત્યારે સુરતમાં એક મજૂરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઘરમાં અનાજ અને રૂપિયા ન હોવાને કારણે મજૂરે મોતનું પગલું ભર્યું છે. લોકડાઉને કારણે પત્નીને નવ માસનો ગર્ભ અને બે બાળકોનું ગુજરાન ચલાવવું અશક્ય હતું, તેથી પત્નીની નજર સામે જ ઝેરી દવા ગટગટાવી હતી. હાલ આ શખ્સ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મૂળી યુપીનો અને ગોરખપુરનો રહેવાસી વશિષ્ઠની ઉંમર 32 વર્ષ છે. વશિષ્ઠ નિસાદ કલરકામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા 12 વર્ષથી તે સુરતમાં પોતાના પરિવાર સાથે રહે છે. હાલ તેને સંતાનોમાં બે બાળકો છે, તેમજ પત્ની પણ ગર્ભવતી છે. લોકડાઉનને કારણે વશિષ્ઠને ઘરે બેસવાનો વારો આવ્યો હતો. ઘરમાં પણ કંઈ ખોરાક ન હોવાથી બાળકો અને પત્નીને ખવડાવવા અસક્ષમ હતો. આવામાં ભૂખથી તડપતા બાળકોને જોઈને વશિષ્ઠએ વંદા મારવાની દવા ગટગટાવી હતી. પત્નીની નજર સામે જ તેણે દવા પીધી હતી.

(4:48 pm IST)