ગુજરાત
News of Friday, 10th April 2020

સૌ સાથે મળીને કોરોના સામે મોટી લડાઈ જીતીશું : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ખાનગી તબીબો સેવા આપવા માટે તૈયાર થયા છે : ૧૩૦૦થી પણ વધારે તબીબોની સેવાઓ સરકારને મળશે રાજ્ય સ્તર પર તબીબોની સંકલન કમિટિ રચવાનો નિર્ણય

અમદાવાદ,તા. : ગુજરાત સરકાર, તબીબો, પેરામેડિકલ અને સમાજના લોકોની સાથે મળીને કોરોના સામે જંગ જીતશે. લોકોને વિશ્વાસ આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં સરકાર દ્વારા એક પછી એક નિર્ણય લેવાઈ રહ્યા છે. વિડિયો કોન્ફરન્સિંગ કરીને મુખ્યમંત્રીએ ખાનગી ક્ષેત્રોના તબીબો, સેવાભાવી ડોક્ટરો, અગ્રણીઓ સાથે વાત કરી હતી. સાથે સાથે કોરોનાના સામેના જંગમાં સહકાર આપવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રૂ પડે ત્યારે ૧૩ ફિઝિશિયનો, નિષ્ણાતો, ખાનગી તબીબોની સેવાઓ સરકારને મળશે. કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીને તરત સરકારી હોસ્પિટલને રિફર કરવા ખાનગી તબીબો અને અન્યોને મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતિ અંગે આજે રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વલસાડ, ભાવનગર જિલ્લા મથકોથી ખાનગી ક્ષેત્રના તબીબો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી.

       તેમજ મેડિકલ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકના અંતે કોરોના સામેની લડાઇમાં હવે ખાનગી તબીબોએ પણ તેમની સેવા અને સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે, જેથી આગામી દિવસોમાં કોવિડ-૧૯ સામેની લડાઇને વધુ અસરકારકતાથી પ્રતિકાર કરી શકાશે. રાજ્યમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બગડે તો હજારથી વધુ ખાનગી ડોક્ટરની રૂ પડશે. આજની બેેઠક અંગેની માહિતી આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે અંગે જણાવ્યું કે, રાજ્યમાં ,૫૦૦ બેડ કોરોના વાયરસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રાઇવેટ ડોક્ટર ખૂબ સારા પ્રમાણમાં છે. ડોક્ટરો પાસે સાધનો પણ સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખાનગી તબીબો સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી છે. તમામ ડોક્ટરોએ સહયોગ આપવાની તૈયારી બતાવી છે.

    જો પરિસ્થિતિ બગડી અને વધુમાં વધુ લોકોની રૂ પડે તો ખાનગી ૧૦૦૦ જેટલા ફિઝિશિયન અને ૩૦૦ જેટલા એનેસ્થેસિયાની રૂ પડી શકે છે. તબીબોએ મુખ્યમંત્રીને ખાતરી આપી છે કે, સરકારની સાથે કામ કરવા તૈયાર છે. અંગે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચવામાં આવશે. જેથી જિલ્લા આઇઆઇએમ-એના અગ્રણીઓ અને સેવાભાવી ડોક્ટરની સમિતિ બનાવવામાં આવશે. જિલ્લા કક્ષાએ પ્લાનિંગ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ નિર્ણય લીધો કે, રાજ્ય કક્ષાએ પણ એક સંકલન સમિતિની રચના કરવામાં આવશે. જેમાં સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ સાથે જોડાયેલા સિનિયર ઓફિસરો અને આઇઆઇએમ-એના પ્રતિષ્ઠિત ડોક્ટરોને સાથે રાખી કામગીરી કરવામાં આવશે. ખાનગી ડોક્ટરો પોતાની ઓપીડી ચાલુ રાખે તેવી અપીલ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. જો તેઓને કોરોના વાયરસ લક્ષણ ધરાવતાં કોઈ પણ દર્દી દેખાય તો તાત્કાલિક જાણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

      ખાનગી ડોક્ટરોને પીપીઈ કીટ અને માસ્ક ઉપલબ્ધ કરાવશે. કોરોના વાયરસની સેવા અંગે અમદાવાદ મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડો. મોના દેસાઈએ જણાવ્યું કે, એએમએના તબીબો સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોંફરન્સ કરી છે. સરકારે કરેલી તૈયારીઓની વિગતો અમને આપી ડોકટરોને જે તકલીફો હતી, તેની વાત મુખ્યમંત્રી સાથે કરી. તમામ તબીબો જંગમાં સરકારની સાથે છીએ. અમારી જ્યારે પણ રૂ પડશે ત્યારે અમે સરકાર સાથે લડવા તૈયાર છીએ. પ્રજા પાસે અપેક્ષા છે કે લોકોડાઉનનું ચુસ્ત પાલન કરે. પીપીઇની કીટની સરકાર પાસે માંગ કરી છે. રેપિડ ટેસ્ટિંગ કીટ આગામી - દિવસમાં આવશે, જે ખાનગી ડોકટરોને પણ અપાશે. આઇએમએ અને એએમએ તરફથી એક ગાઈડલાઈન તમામ તબીબોને અપાશે. ડોકટરોને જે પણ ડર છે તે દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તમામ જિલ્લા મહાનગરોના ખાનગી તબીબો સાથે મુખ્યમંત્રીએ વાત કરી છે. તબીબો પોતાની ખાનગી હોસ્પિટલો ચાલુ કરવા વિચારી રહ્યા છે. પેરા મેડિકલ સ્ટાફની સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ લોકોએ પણ સાથ આપવાની રૂ છે. તમામ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિનો નિર્ણય કરાયો છે.

(9:05 pm IST)