ગુજરાત
News of Wednesday, 10th April 2019

અમીતભાઇ શાહ અચાનક આજે રાત્રે અમદાવાદમાં આવે છે

મોટા રાજકીય વિસ્ફોટોની મંડાલી ત્રિરાશી

રાજકોટઃ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઇ શાહ આજે રાત્રે ૮ વાગે અચાનક ગુજરાત આવી રહયા છે. અમીતભાઇ ગાંધીનગરથી ચુંટણી લડી રહયા છે. એ જાણીતુ છે. કોંગ્રેસના અલ્પેશ ઠાકોર સહિત ત્રણેક કોંગી ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહયા છે અથવા તો કોંગ્રેસના તમામ હોદા છોડી રહયા છે ત્યારે અમીતભાઇની અચાનક ગુજરાત મુલાકાત ગોઠવાતા ગુજરાતમાં નવા રાજકીય ઘડાકોઓ સર્જાઇ રહયાની ભારે ચર્ચા છે- દરમિયાન કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખભાઇ માંડવીયાએ પણ જાહેર કર્યું છે કે કોંગ્રેસ તુટી રહી છે....

(11:48 am IST)