ગુજરાત
News of Wednesday, 10th February 2021

સુરતમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનાર ઢોંગી ભુવાએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ઢોંગીને મામા કહેતી યુવતીને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું

.સુરત શહેરના ઉગત વિસ્તારમાં રહેતી એક યુવતી કે જે એક 40 વર્ષીય ભુવાને મામા કહેતી હતી. આ કહેવાતા મામાએ જ યુવતીના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી તે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી કેટલાક મહિનાઓ સુધી શારીરિક શોષણ કર્યું અને બાદમાં તેને તરછોડી અન્ય યુવતીને પત્ની તરીકે રાખતા આખરે યુવતીએ આ ઢોંગી ભુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ભુવા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા ઢોંગી ભુવાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પોલીસે હોસ્પિટલમાં સારવાર હેઠળ આ ભુવા વિરુદ્ધ હવે તપાસ હાથ ધરી છે.જયારે, આ ભૂવો ઢોંગ કરતો હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુરતના ઉગત વિસ્તારમાં રહેતી યુવતીનું કહેવાતા ભુવા બિપિન સોંધરવા કે જેને તે મામા કહેતી હતી. આ યુવતીની માતાનું આવસાન થતા તેણીને સાવકી માતા સાથે ફાવતું નહીં હોઈ બિપિન સોંધરવા સાથે રહેવા જતી રહી હતી. વર્ષ 2018માં આ ભૂવાની પત્ની તેને છોડીને જતી રહેતાં બિપિન ઉગત આવાસમાં રહેવા ગયો હતો.હવે તેણે પોત પ્રકાશ્યું હતું અને યુવતીને તેના પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાની સાથે રહેવા બોલાવી યૌનશોષણ કરતો હતો. મહિનાઓ સુધી શારીરિક શોષણ કર્યા બાદ આ ભૂવાએ લગ્ન કરવાને બદલે તરછોડી દઇ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો.બાદમાં યુવતીએ ફરિયાદ કરતા હાલ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે.

(12:58 am IST)