ગુજરાત
News of Wednesday, 10th February 2021

રાજપીપળા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સ્વ.યુસુફભાઈ સોલંકીના પુત્રએ વોર્ડ-૧ માથી અપક્ષ ઉમેદવારી નોંધાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકામા સતત 4 ટમથી વોર્ડ નંબર 1 વિસ્તારના મતદારો સ્વ.યુસુફભાઈ સોલંકીને ચૂંટી લાવતા હતા સ્વ.યુસુદભાઈએ વોર્ડ નંબર અકમાં 4 ટમથી ચૂંટાઈ આ વોર્ડમા ઘણો વિકાસ કર્યો હતો પરંતુ 6 મહિના પહેલા જ એમનું નિઘન થતા આ વિસ્તારમાં એમની ખોટ વર્તાઈ હતી ત્યારે હાલ રાજપીપળા નગરપાલિકા ચૂંટણી આવી હોય વોર્ડ નંબર એકમાંથી કોણ ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી હતી જેમાં જાણવા મળ્યા મુજબ આ વોર્ડના મતદારોએ સ્વ.યુસુફભાઈના પુત્ર મંજુઇલાહીને ચૂંટણીમા ઉમેદવાર તરીકે આગળ કરતા પુત્ર તેમણે આજે ઉમેદવાર તરીકે તેમનું ફોર્મ ભરી પિતાના નકશો કદમ પર ચાલી તેમના વોર્ડનો વિકાસ કરવા પોતાનું યોગદાન આપશે તેમ જણાવ્યું હતું.

(10:38 pm IST)