ગુજરાત
News of Wednesday, 10th February 2021

નર્મદામાં ચૂંટણી અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારો આપતા ઇન્ચાર્જ જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની આગામી તા. ૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણ પણે નિયંત્રણ રાખી શકાય એ હેતુથી નર્મદાના ઇન્ચાર્જ  જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે એક જાહેરનામા દ્વારા ચૂંટણી માટે નિમવામાં આવેલ મેજીસ્ટેરિયલ પાવર્સ ન ધરાવતા ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ અને અનામત ઝોનલ અધિકારી ઓને જે વિસ્તાર માટે નિમણૂંક કરવામાં આવી હોય તે વિસ્તાર માટે નિમણૂંકની તારીખથી તા.૦૫/૦૩/૨૦૨૧ સુધીના સમય માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારો એનાયત કર્યાં છે.

(10:33 pm IST)