ગુજરાત
News of Wednesday, 10th February 2021

રાજપીપળા દરબાર રોડ સ્થિત બગીચામાં ગંદકીથી ખદબદતું શૌચાલય પાલિકાની પોલ ઉઘાડી કરે છે..?!

સ્વ.ચંપકભાઈ સુખડીયા જેવા સેવાભાવી વ્યક્તિના નામ પર ચાલતા આ બગીચામાં લાંબા સમય બાદ સફાઈ થઈ પરંતુ શૌચાલયની બદતર હાલત છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકામાં વારંવાર બદલાતા મુખ્ય અધિકારીઓ અને સ્ટાફની અછતના કારણે શહેરમાં મોટાભાગની સુવિધા બાબતે બુમો સંભળાઈ છે છતાં વેરા ભરતી પ્રજાની વાત  ધ્યાન પર લેવાતી ન હોય સરકાર પણ રેગ્યુલર અને લાંબા સમય માટે મુખ્ય અધિકારી મૂકે અને ઘટતા સ્ટાફની પણ ભરતી કરે તે જરૂરી છે
  રાજપીપળા દરબાર રોડ સ્થિત સ્વ.ચંપકલાલ સુખડીયા નામના ઉદ્યાનના શૌચાલય (મુતરડી)ગંદકીથી ખદબદતું જોવા મળતું હોય નગરને સ્વચ્છ રાખવાની જવાબદારી સાચવતા પાલિકા તંત્રના જ આ બગીચાની હાલત જો આવી હોય તો આ બાબત પાલિકા કામગીરીની પોલ છતી કરે છે તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.માટે નગરને સ્વચ્છ રાખતા તંત્રએ ખાસ તેના હસ્તક આવતા દરેક એકમોનો જાળવણી બાબતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.મુખ્ય અધિકારી આ ઉદ્યાન અને અન્ય સુવિધાઓ બાબતે સત્વરે ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

(10:32 pm IST)