ગુજરાત
News of Wednesday, 10th February 2021

ભાજપે ડાંગ સ્થાનિક સ્વરાજની ચુંટણીના પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા

કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત, બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીતને જિલ્લા પંચાયતમાં ટીકીટ: 18 બેઠકમાં 5 કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપી

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીએ ડાંગ સ્થાનિક સ્વરાજની ચુંટણીના પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત, બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીતને જિલ્લા પંચાયતમાં ટીકીટ ફાળવી છે. એવું માનવામાં આવે છે કે મંગળ ગાવીત જિલ્લા પંચાયતના પ્રમુખ માટે પ્રબળ દાવેદાર છે. જિલ્લા પંચાયતની 18 બેઠકમાં 5 કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપી છે. 3 તાલુકા પંચાયતની 48 બેઠકમાં કોંગ્રેસમાંથી આવેલા 5 લોકોને ટિકિટ આપવામાં આવી છે.

(7:46 pm IST)