ગુજરાત
News of Wednesday, 10th February 2021

વડોદરા શહેરના બાજવા કરચીયા રોડ નજીક મિલકતની બાબતે બે પરિવારો બાખડ્યા:ભાઈ-ભત્રીજા સહીત ચાર શખ્સોએ માતા-પત્નીને લાકડીના ફટકા મારતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના બાજવા કરચીયા રોડ પર મિલકત વિવાદમાં  બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ભાઈ ભત્રીજા સહિત ચાર શખ્સોએ ફરિયાદીની માતા અને પત્ની ને લાકડીના ફટકા મારી ગુપ્ત ભાગે ઇજા પહોંચાડી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ મારામારીના ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ વડોદરા શહેરના  બાજવા કરચીયા રોડ પર આવેલી શામળ કાકા ની ચાલીમાં રહેતા જશભાઈ અરવિંદભાઈ માળી છૂટક મજૂરી કરે છે.

પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, મારો  ભાઈ ગોપાલ રણછોડભાઈ માળી, ભત્રીજા સુનિલ, શશીકાંત અને જ્યોતિબેન ગામમાં જ રહે છે. અમારા પરિવારમાં મિલકત અંગે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ગઈકાલે હું ઘરે હાજર હતો તે વખતે ગોપાલ અને સુનીલ લાકડાના દંડા લઈ ઘસી આવ્યા હતા અને તું અમારી પાસે બાપદાદાની મિલકત કેમ માગે છે. તેમ કહી હુમલો કર્યો હતો.

(5:17 pm IST)