ગુજરાત
News of Wednesday, 10th February 2021

વડોદરાના સમા વિસ્તારમાં તાંબાના વાસણની ચોરીના બનાવમાં પોલીસે બે શખ્સોને રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા:શહેરના સમા વિસ્તારમાં નવી બંધાતી સાઇડ ઉપર થી માલિકની જાણ બહાર તાંબાના વાયરની ચોરી કરી વેચવા જતા બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડી ચોરીનો માલ ખરીદનાર દુકાનદારની પણ અટકાયત કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ પટેલ ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર છે અને સમા-સાવલી રોડ ઉપર તેમની સાઇડ ચાલે છે બે દિવસ અગાઉ તેમનો કર્મચારી હરીશ કુમાર રોહિતે સાઇડ ઉપર થી રૂપિયા 3000ની કિંમત ધરાવતા 11 કિલો તાંબાના વાયરોની ચોરી કરી તેના મિત્ર  મનોજ ઓઝાને વેચવા મોકલ્યો હતો.

તે સમયે પોલીસ ત્રાટકતા પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડયા હતા અને ચોરીનો માલ ખરીદનાર સ્ક્રેપ દુકાનના માલિક શિવકુમાર યાદવની પણ અટકાયત કરી હતી. સાઇડના માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે નોકર ચોરી ની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:15 pm IST)