ગુજરાત
News of Wednesday, 10th February 2021

ક્રેડિટ કાર્ડના કામ માટે આવતા એજન્‍ટને ઓટીપી કે પાસવર્ડ આપતા ચેતજો નહીં તો એકાઉન્‍ટ સા. થઇ જશે અને દેવાદાર બની જશોઃ અમદાવાદના રૂરલ સાયબર ક્રાઇમે મિલન ચોક્‍સીને ઝડપી લીધો

અમદાવાદ: જો આપને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાનું હોય તો ક્રેડિટ કાર્ડના કામ માટે આવતા એજન્ટને ઓટીપી કે પાસવર્ડ આપતા ચેતજો. નહીં તો , એકાઉન્ટ થઈ જશે સાફ અને બની જશો મોટા દેવાદાર. આવા જ એક આરોપીની અમદાવાદ રૂરલ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી પાંચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જો કે ક્રેડિટ કાર્ડ લેતા પહેલા લોકોએ પુરતુ વેરિફિકેશન કરવું પડે તે ખુબ જ જરૂરી છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીને ધ્યાનથી જુઓ આરોપીનું નામ છે મિલન ચોકસી. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતો મિલન ચોકસી ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. પરંતુ કોરોના કાળમાં નોકરીમાંથી હાથ ગુમાવી બેઠેલા મિલન ચોકસી એ લોકોને છેતરવાનું શરૂ કરી દીધું. જે ગ્રાહકોને મિલન ક્રેડિટ કાર્ડ વેચાતા હતા તેઓને વપરાશ ન હોવાથી બંધ કરાવવા માટેની જાણ કરતા જ મિલન ને પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધું. આરોપી મિલન વ્યાસ પૂછપરછમાં સામે આવ્યું કે, પોતે જે સિટી બેન્કના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેંટમાં નોકરી કરતો હતો. જે લોકોને ક્રેડિટ કાર્ડ આપ્યા હતા. તેમનો ઉપયોગ ન હોવાથી એજન્ટ તરીકે બંધ કરાવવા માટે મિલનને ફોન આવતા.

જેથી મિલન ગ્રાહક ના ઘરે જઈ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટેની ઓનલાઇન પ્રોસેસ કરવી પડશે છે તેવું કહીને મોબાઇલ અને ઇ-મેલ આઇડી ચેન્જ કરી નાખતો. જેથી તમામ હકીકત અને અપડેટ ની જાણ પોતાને થાય અને આ જ મોડેસ ઓપરેન્ડીથી એક પછી એક પાંચેક ગ્રાહકોને તેને ભોગ બનાવ્યા હતા. આરોપી આ તમામ રૂપિયા પોતાના અંગત ઉપયોગ માટે વાપરતો. ફરિયાદીને પોતાના ઘરે જ્યારે ક્રેડિટકાર્ડ ના લાખો રૂપિયા ભરવા માટે બિલ આવ્યા ત્યારે પોલીસનો સંપર્ક કરવામાં આવતા તમામ કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસે આરોપીને ટેકનીકલ એનાલીસીસ ના આધારિત ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે.

(4:54 pm IST)