ગુજરાત
News of Wednesday, 10th February 2021

TDSની નવી જોગવાઇ : બે વર્ષ સુધી આયકર રીટર્ન ફાઇલ નહીં કર્યુ હોય તો પ ગણો ટેકસ થશે!

વેપારી મંડળો-ચેમ્બર દ્વારા નવા નિયમો સામે રજુઆત

અમદાવાદ, તા. ૧૦ : આયકર વિભાગ દ્વારા ટી.ડી.એસ.ની નવી જોગવાઇને કારણે કાનૂની ગુચવડો વધવાની શકયતા વધી છે.

ઇન્કમટેક્ષમાં ટી.ડી.એસ. અને ટી.સી.એસ.માં નવી જોગવાઇ લાગુ કરવામાં આવનાર છે. તેમાં જે વેપારી પાસેથી માલની ખરીદી કરી હશે તે વેપારી આયકર રીટર્ન ભરપાઇ કરતો નહી હોય તો ખરીદનાર વેપારી ટી.ડી.એસ. અથવા ટી.સી.એસ.ના નવા નિયમો હેઠળ એક કટાના બદલે પાંચ ટકા ટેકસ કાપીને જમા કરાવવાના રહેશે.

આવકવેરા વિભાગ હવે માલ ખરીદનાર વેપારીની કાળજી રાખવાનું રહેશે કે જેની પાસેથી માલની ખરીદી કરી છે તે વેપારીએ બે વર્ષના રીટર્ન ભર્યા છે કે નહીં ? આવકવેરા વિભાગના નવા નિયમોને કારણે વેપારીઓની મુશ્કેલીઓ વધશે આ આ અંગે ચેમ્બર અને વેપારી મંડળો દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે.

(3:41 pm IST)