ગુજરાત
News of Wednesday, 10th February 2021

વિવાદ બાદ હવે ખોખરા ભાજપે પ્રચારના વાહનમાંથી એએમસીનું બોર્ડ હટાવી દીધુ

કોર્પોરેશનમાં વપરાતી ગાડીમાં જ ડીજે નિકાળી પ્રચાર શરુ કરાયો હતો

અમદાવાદના ખોખરા વોર્ડમાં AMC જ ભાજપના પ્રચારમાં લાગી ગઇ હતી. જોકે, વિવાદ થયા બાદ હવે ખોખરા ભાજપે પ્રચારના વાહનમાંથી AMCનું બોર્ડ હટાવી દીધુ છે.ખોખરા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા માટે AMCની ગાડીનો ઉપયોગ કર્યો હતો  ત્યારબાદ વિવાદ થતા ભાજપ ભાનમાં આવ્યું છે અને  ખોખરા ભાજપે પ્રચાર-પ્રસાર માટેની ગાડીમાંથી અમદાવાદ મહાનગરપાલિકા (AMC)નું બોર્ડ હટાવી લીધુ હતું

ખોખરા વોર્ડમાં ભાજપે હદ વટાવતા કોર્પોરેશનમાં વપરાતી ગાડીમાં જ ડીજે નિકાળી પ્રચાર શરુ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના ખોખરા વોર્ડના ઉમેદવાર કમલેશ પટેલ,ચેતન પરમાર,શિવાની જનઈકર,જીગીશા સોંલકીને ભાજપ તરફથી ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે તેઓના પ્રચારમાં એએમસીની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેમ્પોમાં આગળ એએમસી ઓન ડ્યુટી લખેલું દેખાતું હતું અને ટેમ્પાની બન્ને બાજુ ભાજપના ઉમેદવારોના બેનરો લાગેલા હતા

(1:03 pm IST)