ગુજરાત
News of Saturday, 10th February 2018

અઢી મહિનાથી દારૂના ગુનામાં નાસતા ફરતા બુટલેગર લાલા મહીડાની ધનિયાવી નજીકથી ધરપકડ

વડોદરા:અઢી મહિના પૂર્વે જિલ્લા એલસીબીએ ઘનિયાવી ગામ બસસ્ટેન્ડ પાસેથી દારૃ ભરેલી ઇકો કાર ઝડપી પાડી હતી. ગુનામાં નાસતા ફરતા બુટલેગર લાલા મહીડાને એરેસ્ટ કરી એલસીબીએ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. અંગેની વિગત એળી છે કે, ગત ૨૪મી નવેમ્બરે જિલ્લા એલસીબીએ મળેલી બાતમીના આધારે ધનિયાવી ગામના બસસ્ટેન્ડ નજીક વોચ ગોઠવીને રૃપિયા ,૯૬,૮૦૦ નો દારૃ ભરેલી ઇકો કાર ઝડપી પાડી હતી. પોલીસને જોઇને બુટલેગર જશવંતસિંહ ઉર્ફે લાલો છત્રસિંહ મહીડા (રહે. ધનિયાવી) કાર છોડીને ભાગી ગયો હતો. ગઇકાલે મોડીરાત્રે સવા અગિયાર વાગ્યે એલસીબીએ લાલા મહીડાને પકડયો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે દારૃની મોટી ગાડી મંગાવી દરબાર ફાર્મમાં કટીંગ કરી ત્યાંથી મહેતાજી નામના શખ્સ પાસે ગાડી મંગાવી હતી. તેમાં દારૃ ભરીને લાવ્યો હતો. ગાડીની માલિકી અંગે તપાસ કરવાની છે. આરોપીના નાણાંકીય વ્યવહારો અંગે પણ તપાસ કરવાની છે. કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

(6:35 pm IST)