ગુજરાત
News of Saturday, 10th February 2018

મોડાસાના ટીંટોઈમાં ચોકીદારને માર મારી બે બંધ મકાનમાં લાખોની મતાનો હાથફેરો કરનાર બે આરોપીની ધરપકડ

મોડાસા:તાલુકાના ટીંટોઈ ગામે ચોકીદારને માર મારી બે બંધ મકાનો ના તાળા નકૂચા તોડી કરાયેલી લાખ્ખો રૃપિયાની મત્તાની ચોરી પ્રકરણે પોલીસે ધાડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ચકચારી ધાડ પ્રકરણે ગામના જ બે યુવકો સામેલ હોવાનું પોલીસે ઝડપેલા બે આરોપીઓ કબૂલાત બાદ એલસીબી પોલીસે છાપો મારી ટીંટોઈ ગામના બે આરોપીઓને ઝડપ્યા હતા.જયારે બે આરોપીને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. તાલુકાના ટીંટોઈ ગામે ૨૦ દિવસ અગાઉ વાવ ફળીયામાં ઉતરી આવેલ તસ્કર ટોળકીએ બે  સગાભાઈઓના બંધ મકાનોના તાળા તોડી ઘરોમાં પ્રવેશી રોકડ સહિત લાખ્ખો રૃપિયાની મત્તા ચોરી લીધી હતી.આ મકાનોની સુરક્ષા માટે રાખવામાં આવેલ ચોકીદારને પણ આ તસ્કર ટોળી એ માર મારતાં મોડાસા રૃરલ પોલીસે ધાડ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શામળાજી ચાર રસ્તા નજીક આવેલ સર્વોદય આશ્રમ પાસેથી લકઝરી કારમાં પસાર થતાં બે પરપ્રાંતીય લૂંટારૃઓ ને જીવતા કારતૂસ સહિત પિસ્તોલ પાસે ઝડપી લીધા હતા. એલસીબી પોલીસે ઝડપી પાડેલ કુખ્યાત ગેંગના સૂત્રધાર અને સાગરીતને શામળાજી પોલીસના હવાલે કરાયા હતા.

 

 

(6:35 pm IST)