ગુજરાત
News of Saturday, 10th February 2018

તો... ગુજરાતમાં રોજનું છ કરોડ લીટર પાણી બચે :સોશ્યલ મીડિયામાં પાણી બચાવવા અભિયાન શરુ

પાઈપને બદલે ડોલથી કાર ધોવાથી 80 લીટર પાણી અને બ્રશ કરતી વેળાએ એક પરિવાર નળ બંધ રાખે તો 20 લીટર પાણી બચી શકે :

 

અમદાવાદ ;રાજ્યમાં પાણી બચાવવા સોશ્યલ મીડિયામાં અભિયાન શરુ થયું છે  પાણીના બગાડને અટકાવવા વિવિધ સૂચનો સાથે પાણીના વપરાશમાં કેટલાક ફેરફારો કરવાથી કેટલું પાણી બચી શકે છે તેની માહિતી પણ જળ જીવનના સૂત્રને સાર્થક કરવા જરૂરી છે રાજ્યના કરોડ લોકો લિટર પાણી બચાવે તો કરોડ લિટર પાણી બચે..તે મુદ્દે સોશિયલ નેટવર્ક પર રોજનું એક લિટર પાણી બચાવવા ખાસ અભિયાન શરૃ  કરાયું છે

 

  ચાલુ વર્ષની શરૃઆતમાં નદીઓ ખાલી થઈ જતા પાણી માટે ચિંતા પ્રસરી છે ઉનાળા પહેલાની પરિસ્થિતિ લાલબત્તી સમાન હોય હવે ઉનાળામાં પાણીની તંગીથી બચવા અત્યારથી પાણીનો બગાડ અટકાવો પડે તેવી પરિસ્થિતિનું નિમાર્ણ થયું છે.ત્યારે સોશિયલ નેટવર્ક પર પાણી બચાવ મુદ્દે ખાસ અભિયાન #SavewaterforGujarat નામે શરૂ થયું છે.જેમાં લોકોને રોજનું એક લિટર પાણી સતત ત્રણથી ચાર મહિના સુધી બચાવવા પ્રચાર સોશિયન નેટવર્કના માધ્યથી કરવામાં આવે છે. ગુજરાતના કરોડ લિટર પાણી બચાવે તો અંદાજે કરોડ લિટર પાણી બચી શકે તેવી ગણતરી છે
   
નાની-નાની બાબતોનું ધ્યાન રખાય તો અનેક રીતે પાણી બચાવી શકાય.કાર સાફ હોય તો પાઈપને બદલે ૨૦ લિટરની ડોલ વાપરો. પાઈપથી કાર ધોવામાં અંદાજે ૧૦૦ લિટર જેટલું પાણી વેડફાય છે. કાર સાફ કરતી વખતે ડોલ વપરાય તો ૮૦ લિટર પાણી બચી શકે છે.બ્રશ- દાઢી કરતી વખતે બેશિનનો નળ ચાલુ હોય તો વ્યક્તિદીઠ લગભગ લિટર પાણીનો બગાડ થાય છે. ચાર વ્યક્તિનો પરિવાર જો બ્રશ કરતાં નળ બંધ રાખે તો રોજનું ૨૦ લિટર પાણી બચાવી શકે છે.

 

   ઉપરાંત ઘર, ઓફિસ, સ્કૂલ વગેરે સ્થળે સામાન્ય લીકેજ હોય તો દર મિનિટે લગભગ ૪૫ ટીપા પડે છે. લીકેજમાંથી ત્રણ કલાકે લગભગ એક લિટર જેટલા પાણીનો બગાડ થાય છે.બાથરૃમમાં પાણી માટે ફ્લશને બદલે ડોલનો ઉપયોગ કરવાથી પાણી બચાવી શકાય છે. એક અંદાજ મુજબ ફલશના ઉપયોગથી રોજનું ૧૦૦ લિટર પાણી વેડફાય છે.

(9:09 am IST)