ગુજરાત
News of Friday, 9th February 2018

મોટાભાઈની ઉધરસની ખલેલથી નાનાભાઈએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી :નવસારીના ભુલાફળિયા ગામનો બનાવ

 

નવસારી ;મોટાભાઈને આવતી ઉધરસથી પરેશાન થઈને નાનભાઈએ બોલાચાલી કરીને ઉશ્કેરાઈ જઈને ચપ્પુના ઘા ઝીકી હત્યા નિપજાવી ફરાર થયો છે ઉધરસ જેવી નજીવી બાબતની તકરારને લઈને નાનાભાઈએ ચપ્પુ વડે મોટાભાઈને છાતી અને પેટના ભાગે ઘા મારી હત્યા કરી નાંખી છે.

  અંગેની વિગત મુજબ નવસારી જીલ્લાના ભૂલાફળિયા ગામે હળપતિ પરિવારમાં ઘટના બનતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. બનાવની વિગત મુજબ મોટાભાઈ પ્રવીણભાઈ હળપતિને ઉધરસ આવતા ઉધરસ નાના ભાઈને ખલેલ પોહ્ચતા બંને ભાઈ વચ્ચેની બોલાચાલી થઇ હતી.

બોલાચાલી ઉગ્ર બનતા મંગુભાઈએ મોટાભાઈ પ્રવીણ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને પોતાના મોટા ભાઇને મોતને ઘાટ ઉતારીને ફરાર થઇ ગયો હતો. મામલામાં ગ્રામ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

(12:47 am IST)