ગુજરાત
News of Friday, 9th February 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ 25મીએ સુરતમાં :મેરેથોન દોડનો કરાવશે પ્રારંભ

25મીએ સાંજે સુરત પહોચીને રન ફોર ન્યુ ઇન્ડિયા નાઈટ મેરેથોનને પ્રસ્થાન કરાવશે

સુરત, : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ૨૫ ફેબ્રુઆરીએ સુરત આવી રહ્યાં છે નરેન્દ્રભાઈ સુરત ખાતે યોજાનારી મેરેથોન દોડનો પ્રારંભ કરાવશે.
  જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન મોદી ૨૫ ફેબ્રુઆરીએ સાંજે ૬ઃ૪૫ કલાકે  સુરત પહોંચશે.અને  રન ફોર ન્યુ ઈન્ડિયા નાઈટ મેરેથોનનો પ્રસ્થાન કરાવશે. સુરત ખાતે યોજાનારી આ મેરેથોન દોડમાં અંદાજે ૨૫ હજારથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે આયોજકો દ્વારા વડાપ્રધાનની હાજરીને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા તૈયારી શરુ કરી દેવામાં આવી છે.

(12:11 am IST)