ગુજરાત
News of Friday, 9th February 2018

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો :બુરખો પહેરેલી યુવતીના શરીર પર ઇજાના નિશાન

અમદાવાદ:શહેરના દાણીલીમડા વિસ્તારમાં શાસ્ત્રી બ્રિજ નજીકથી યુવતિનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. દાણીલીમડાથી સુએજ ફાર્મ જતા રોડ પરથી મૃતદેહ મળી આવ્યો હતો. યુવતિની ઉંમર ૩૦થી ૩૫ વર્ષ વચ્ચેની હોવાનુ અનુમાન થઇ રહયું છે સ્થાનિક લોકોએ મૃતદેહ જોયા બાદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.    

     યુવતિના મૃતદેહ પર ઈજાના નિશાન મળી આવ્યા છે, તેમજ યુવતિએ બુરખો પહેરેલો હતો. પોલીસે તેના મૃતદેહ પાસેથી એક બ્રેસલેટ અને આરએસ લખેલ ચેન કબ્જે કરી છે. જોકે હજી સુધીા યુવતિ કોણ છે અને કયા કારણસર તેનુ મૃત્યુ થયુ છે તે અંગે કોઈ માહિતી મળી નથી. પ્રાથમિક તપાસમાં યુવતિની હત્યા થઈ હોવાનુ પોલીસ માની રહી છે પોલીસે અત્યારે યુવતિની ઓળખ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા છે.

(11:21 pm IST)