ગુજરાત
News of Friday, 9th February 2018

સલાયામાં પોલીસ ટુકડી ઉપર હુમલો :ત્રણ ઘાયલ: કોન્સ્ટેબલ મુકેશ કેસરિયા ગંભીર :જામનગર ખસેડાયો :છ શખ્શો વિરુદ્ધ ગુન્હો

ઘર નજીક ઝઘડો થયાનો ફોન આવતા પોલીસ ટીમ પહોંચી તો ઓચિંતો હુમલો કરાયો :અસામાજિક તત્વો દ્વારા પોલીસને માર મરાતા ચકચાર

દ્વારકા ;દ્વારકાના સલાયા ગામ નજીક પોલીસ પાર્ટી ઉપર હુમલો થતા ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલની હાલત ગંભીર જણાતા જામનગર હોસ્પિટલમાં ખસેડાયો છે આ હુમલામાં પોલીસે છ શખ્શો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે ઘર નજીક ઝઘડો થયાનો ફોન આવતા પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આચાનક પોલીસ ઉપર હુમલો કરી દેવાયો હતો અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર હુમલો થતા ચકચાર જાગી છે

  પોલીસ કોન્સ્ટેબલ મુકેશ કેસરિયા અને ટીમ સલાયા ગામ નજીક હતી ત્યારે અસામાજિક તત્વો દ્વારા પોલિસ ટીમ ઉપર હુમલો કરાયો હતો જેમાં કોન્સ્ટેબલ મુકેશ કેસરિયાને ગંભીર ઈજા પહોંચી છે જ્યારે અન્ય બે પોલિસકર્મીઓને સામાન્ય ઈજા થવા પામી છે.ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોલિસ કોન્સ્ટેબલ મુકેશ કેસરિયાને જામનગર હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
   આ સમગ્ર બનાવ મામલે પોલીસે છ આરોપીઓ સામે પોલિસ ટુકડી પર હુમલો કરવાનો ગુન્હો નોંધ્યો છે. જેમાં આરોપી એજાજ રજાક, રીઝવાન રજાક અને અકબર રજાક એ ત્રણ ભાઈઓ ઉપરાંત ગુલામ હુશેન અને શબીર હુશેન નામના બે ભાઈઓ અને જાવેદ ઉર્ફે જાવલો એ છ શખ્શો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. તો આરોપી પૈકીના એજાજ, રીઝવાન અને અકબર નામના ત્રણ ભાઈઓ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા હોય જે બાબતનો ખાર રાખીને હુમલો કરાયો હતો.
 

  આ અંગેની વગત મુજબ પોલિસ કંટ્રોલ રૂમમાં એજાજના ઘર નજીક ઝઘડો થયો છે તેવો ફોન આવ્યો હતો અને પોલિસ ટુકડી સ્થળ પર પહોંચી ત્યારે ઓચિંતો હુમલો કરી દેવાયો હતો અને હુમલો કરીને આરોપીઓ નાસી ગયા હતા. પોલિસ પરના હુમલાના તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં જાવેદ ઉર્ફે જાવલો અગાઉ પોલિસ જાપ્તામાંથી ફરાર થયો છે જે રીઢો ગુનેગાર હોવાનું પણ જાણવા મળ્યું છે

(11:05 pm IST)