ગુજરાત
News of Friday, 9th February 2018

વલસાડમાં અપક્ષ મહિલા ઉમેદવારનો અનોખો પ્રચાર : ડમી ઇવીએમ મશીન દ્રારા સમજ આપીને કર્યો પ્રચાર

વલસાડ : વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઝુકાવનાર એક મહિલા ઉમેદવારે પ્રચારની અનોખી રીત અપનાવી છે નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે.વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 164 જેટલા અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ઉમેદવારી કરી છે. ત્યારે વોર્ડ નંબર 7 માં એક મહિલા અપક્ષ  ઉમેદવાર દ્રારા અનોખો ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો.મહિલાએ ડમી ઇવીએમ મશીન દ્રારા ચૂંટણી પ્રચાર કર્યો હતો.અપક્ષ મહિલા ઉમેદવારે જણાવ્યુ હતુ કે ઘણા લોકો હજી ઈવીએમ મશીન શું છે. અને કેવી રીતે કામ કરે છે.તે અંગેની જાણકારી ધરાવતા નથી. જેથી તેઓ આ ડમી  ઈવીએમ મશીન સાથે રાખીને સમજ પુરી પાડે છે.

(9:01 pm IST)