ગુજરાત
News of Friday, 9th February 2018

સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ૪૦ મિનિટમાં રૂ.દોઢ કરોડની ચોરીઃ શો રૂમમાંથી ૪૨૪ ઘડિયાળ ચોરાઇ

સુરતના અઠવા લાઇન્સ પર આવેલા દ્યડિયાળના શો રૂમમાંથી આશરે દોઢ કરોડના દ્યડિયાળની ચોરી થતા ચકચાર મચી છે. રાત્રી દરમ્યાન સાત જેટલા શખ્સોએ શો રૂમને નિશાન બનાવ્યો હતો. અને શો રૂમમાંથી લકઝુરીયસ દ્યડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. છ લાખની લકઝુરીયસ દ્યડિયાળો ચોરાઈ છે. કુલ ૪૨૪ નંગ દ્યડિયાળ અને ૬ લાખની રોકડની ચોરી થઈ છે. દ્યટનાની જાણ થતા ઉમરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. જોકે ચોરીના આ દ્યટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે ચોરો દબાતા પગલે દુકાનમાં પ્રવેશે અને મોંદ્યીદાટ દ્યડિયાળોની ચોરી કરી અંધારામાં પલાયન થઈ ગયા છે.. સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા નાકાબંધી કરાઈ છે. સુરત પોલીસના સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ચોરોને શોધવા પોલીસની અલગ અલગ ટીમો કામે લગાડાઈ છે. નોંધનીય છે કે બે વર્ષ અગાઉ પણ દ્યડિયાળના શો રૂમમાં ચોરી થઈ હતી.

(5:56 pm IST)