ગુજરાત
News of Friday, 9th February 2018

ગુજરાત S.T. દ્વારા મુસાફરો માટે વાઇફાઇ ઝોન

ગુજરાત એસ. ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વાઇફાઇ ઝોન ચાલુ કરવામા આવ્યો છે. આ વાઇફાઇ ઝોન થી મુસાફરો પોતાના પ્રવાસ દરમિયાન એસ.ટી.ના તમામ ટર્મિનલ પર ફ્રી વાઇફાઇ નો ઉપયોગ કરી શકશે.

આ વાઇફાઇમાં પ્રથમ ૧૦૦ એમબી સુધી નો ડેટા ફ્રી આપવામા આવશે બાદમાં ૩૦૦ mb ના ૧૦ રૂપિયા ૧ gb ના ૩૦ રૂપિયા વસૂલાશે..આ સુવિધા બદલ ઓનલાઈન રિચાર્જ અથવા કુપન વાઉચર લેવુ પડશે.

(5:56 pm IST)