ગુજરાત
News of Friday, 9th February 2018

બોપલ અકસ્માત સર્જનાર મહિલા કારચાલકની ધરપકડ

અમદાવાદમાં બોપલ બસ સ્ટેન્ડ પાસે સાઇકલ પર જઇ રહેલા વિદ્યાર્થીનું કારની ટક્કરથી AMTS બસની અડફેટે ચડી જતા મોત થયું હતું. વિદ્યાર્થી સાયકલ પર શાળાએ જઇ રહ્યો હતો. ત્યારે બોપલ બસ સ્ટેન્ડ પાસે પહેલા કાર સાથે વિદ્યાર્થીની ટક્કર થઇ અને ત્યાર બાદ ખ્પ્વ્લ્દ્ગક અડફેટે બાળક આવ્યો ગયો હતો.

ભોગ બનાનાર વિદ્યાર્થી સમીર ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો. આ વિદ્યાર્થી જે મહિલાની કાર સાથે અથડાયો હતો તે કારચાલક મહિલાની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:59 pm IST)