ગુજરાત
News of Friday, 9th February 2018

સિદ્ઘપુરમાં ST સ્ટેન્ડમાં લૂંટ કરનાર બે ગઠીયા CCTVમાં કેદ

પાટણના સિદ્ઘપુરમાં એસટી સ્ટેન્ડમાં લૂંટ થઇ હોવાનુ સામે આવ્યુ છે. એક યુવકને બેભાન કરીને સોનાના દાગીનાની લૂંટ કરવામા આવી, આ સમગ્ર કારસ્તાન  સીસીટીવીમાં કેદ થયું છે. બે ગઠિયાઓ યુવકને ફોસલાવીને રિક્ષામાં બેસાડે છે.

ત્યારબાદ યુવકને બેભાન કરીને સોનાના દાગીના લૂંટી તેઓ ફરાર થઇ ગયા. બીજે દિવસે સવારે યુવકને હોશ આવતા સિદ્ઘપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપવા વધુ તપાસ હાથ ધરી છે.

(5:54 pm IST)