ગુજરાત
News of Friday, 9th February 2018

વડોદરામાં દુધ ભરેલા વાહન હડફેટે યુવકનું મોતઃ ર વાહનો સાથે અથડાઇને દુધની રેલમછેલ

વડોદરાઃ વડોદરામાં દુધ ભરેલા ટેમ્પાના ચાલકે ર વાહનોને હડફેટે લીધા બાદ એક યુવકનું મોત નિપજાવતા અરેરાટી વ્યાપી છે.

પ્રાપ્ત માહીતી મુજબ  આજે વહેલી સવારે બરોડા ડેરીમાંથી દૂધની ડિલેવરી કરવા માટે એક ટેમ્પો નીકળ્યો હતો. ટેમ્પો ચાલક જયારે શહેરના ચોખંડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે તેને ટેમ્પો પરથી અચાનક જ કાબૂ ગુમાવી દીધો હતો.

જેથી સામેથી આવતા ડીજેના ટેમ્પો અને એકિટવાને અડફેટે લીધા હતા. અને ત્યારબાદ હનુમાનજીના મંદિરે અથડાઇને ટેમ્પો પલ્ટી ખાઇ ગયો હતો. આ દ્યટનામાં એકિટવાચાલકનું મોત નીપજયુ હતુ. જયારે અન્ય ત્રણ વ્યકિત ઇજાગ્રસ્ત થયા હતા.ઙ્ગ

દ્યટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ દ્યટના સ્થળે દોડી ગયુ હતુ અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જયારે ૧૦૮ ની ટીમે તેઓને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે દ્યટના સ્થળે દોડી જઇને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મરનાર એકિટવા ચાલકનુ નામ કૃપલ શાહ હોવાનુ અને તે ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે સંકળાયેલા હોવાનું તેમજ ફતેપુરા વિસ્તારમાં રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે.તેઓ ઓરકેસ્ટ્રા કાર્યક્રમ પતાવીને દ્યરે પાછા જતા પહેલા ચોખંડી વિસ્તારની લારી પર ભજીયા ખાવા માટે ગયા હતા.

(6:23 pm IST)