ગુજરાત
News of Friday, 9th February 2018

અમદાવાદમાં કાર હડફેટે સાયકલ સવાર વિદ્યાર્થી બસ સાથે અથડાતા મોત

અમદાવાદઃ વિદ્યાર્થીનું એએમટીએસ બસ હડફેટે મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ અમદાવાદના બોપલ વિસ્તારમાં દિવસે અને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. બોપલ વિસ્તારમાં બી.આર.ટી.એસના રૂટ તો ઉભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ રોડ પહોળા કરવામાં આવતા નથી. જેથી કરીને આવા અવાર નવાર અકસ્માતમાં લોકો તેના ભોગ બને છે. આ અકસ્માત બાલેશ્વર ગોલ્ડ બંગ્લોઝની બહાર આવેલા એએમટીએસ બસ સ્ટોપ પાસે બન્યો હતો.ઙ્ગ

વહેલી સવારે ધોરણ- ૭જ્રાક્નત્ન અભ્યાસ કરતો જેશિલ નામનો વિદ્યાર્થી શિવઆશીષ સ્કુલમાં પોતાની સાઈકલ લઈને જઈ રહ્યો હતો.

તેવામાં અલ્ટો કાર ચાલક મહિલા પુર ગતિમાં પોતાનો કાબુ ગુમાવતા જેશિલની સાઈકલને ટક્કર મારી હતી. જેથી જેશિલે પોતાનો કાબુ ગુમાવી તે બાજુથી આવી રહેલી એએમટીએસમાં પટકાયો હતો. જેથી બસના તોતિંગ પૈડા તેના પરથી ફરી વળ્યા હતા. દ્યટના સ્થળે જ તેણે જીવ ગુમાવ્યો હતો.

તેવામાં એએમટીએસના ડ્રાઈવર દ્વારા જેશિલને સારવાર અર્થે કિશ્ના સેલબી ખાતે લઈ જવાયો. દ્યટના આશરે ૭.૩૦ વાગ્યે બની હતી. પરંતુ લગભગ ત્રણ કલાક સુધી પોલીસ દ્યટના સ્થળે પહોંચી ન હતી. તેથી સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

શાળાએ સાઈકલ લઈ જતા જેશિલને ન્યાય મળે તેવી તેના પરિવારની માંગ છે. જયારે પોલીસ સમયસર દ્યટના સ્થળે ન પોંહચી ત્યારે રહીશો દ્વારા પણ રોશ વ્યકત કરવામાં આવ્યો હતો. બોપલ રોડ પરથી પસાર થતી બસોના પૈડા થંભાવી દેવામાં આવ્યા હતા અને ઉગ્ર રીતે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કિસ્સામાં પોલીસે આખરે ૫ કલાક પછી ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

(5:44 pm IST)