ગુજરાત
News of Friday, 9th February 2018

સંતરામપુર અને હિંમતનગરના બંન્ને ભાજપના ધારાસભ્યો ચુંટણીમાં વધુ ખર્ચ પ્રકરણમાં નિર્દોષ

અમદાવાદઃ હિંમતનગર અને સંતરામપુરની બેઠક ઉપરથી જીતેલા ભાજપનાં બન્ને ધારાસભ્યોએ ચુંટણીમાં વધુ ખર્ચ કર્યા અંગે તપાસ હાથ ધરાઇ હતી. પરંતુ બંન્ને ધારાસભ્યો આ પ્રકરણમાં નિર્દોષ જાહેર થયા છે.

પ્રાપ્ત માહીતી મુજબ સંતરામપુરની બેઠક પરથી કુબેરભાઈ ડીંડોર અને હિંમતનગરની બેઠક પરથી રાજેન્દ્રસિંહ રાણા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ગયા હતા.

આ બન્ને ધારાસભ્યોએ ખર્ચની મર્યાદાનો ભંગ થયો છે. આમ છતાં ગુજરાતનાં ચૂંટણી પંચે મોકલાવેલી વિગતોને આધારે તપાસ કર્યાઙ્ગ બાદ કેન્દ્રીય ચૂંટણીપંચે બન્ને ધારાસભ્યોને દોષમુકત જાહેર કર્યા છે. આમ, આ બન્ને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનું જોખમ લગભગ ટળી ગયું છે.

 

(5:43 pm IST)