ગુજરાત
News of Friday, 9th February 2018

તાપીના મેઢા ગામમાં વિજ કરંટમાં પુત્રને બચાવવા જતા માતા - પિતા સહિત ૩ના મોત

સુરત : તાપીના મેઢા ગામમાં વિજ કરંટે એક જ પરિવારના ૩નો ભોગ લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ તાપીના મેઢા ગામમાં  ડમ્પર વીજ તારને અથડાતા હાઈવોલ્ટેજ કરંટથી ડમ્પરમાં સવાર 3 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

ઘટના સર્જાતા એક પરિવારના 3 લોકોના મોત થયા હતા. ડ્રાઈવર, માતા-પિતા સહિત વ્યક્તિઓના મોત થયા છે. મહત્વનું છે કે, ડમ્પર અને ટ્રક અથડાયા હતા. જેને લઇ ડમ્પર વીજ તાર સાથે અથડાયું હતું.

ઉલ્લેખનીય છે કે, તાપીના મેઢા ગામે વીજ કરંટ લાગતા 3 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. ડમ્પર હાઇવોલ્ટે વીજ તાર સાથે અથડાયું હતું. જેમાં ડમ્પર ચાલક(પુત્ર)ને કરંટ લાગ્યો હતો. જેને માતા-પિતા બચાવવા જતા તેઓ પણ મોતને ભેટ્યા હતા.

(5:38 pm IST)