ગુજરાત
News of Friday, 9th February 2018

ઉદ્યોગો દ્વારા દરરોજ સાબરમતી નદીમાં લાખો લિટર પ્રદૂષિત પાણી છોડાતા ખળભળાટ

અમદાવાદ : અમદાવાદના સાબરમતી નદીમાં દરરોજ લાખો લિટર પ્રદૂષિત પાણી ઠલવાતા રોષ છવાયો છે.

ભાજપ સરકાર ગ્રીન એનવાયરમેન્ટ પર્યાવરણ બચાવોના નારાં ગુંજાવી રહી છેતો, બીજી તરફ પ્રદુષિત પાણી છોડી નદીઓને પ્રદુષિત કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર,સાબરમતીમાં ઉદ્યોગો દ્વારા રોજ ૧૧,૪૯૫ લાખ લિટર અનટ્રિટેડ પાણી છોડવામાં આવી રહ્યુ છે

કેન્દ્રના એક રિપોર્ટ અનુસાર,ગુજરાતની ૨૦ નદીઓ પ્રદુષિત બની છે.તેમાં સાબરમતી નદીનું પાણી વધુને વધુ પ્રદુષિત થઇ રહ્યુ છે

અમદાવાદમાં જીઆઇડીસીમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ હોવા છતાંય ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતાં પાણીમાં સીઓડીનું પ્રમાણ નોંધપાત્ર માત્રામાં રહેલુ હોય છે જે નદીના પાણીને પ્રદુષિત બનાવે છે

અમદાવાદમાં નરોડાથી સાબરમતી સુધી ૨૭ કીમી લાંબી મેગા પાઇપલાઇન નાંખવામાં આવી હતી. જેનો ઉપયોગ માત્ર ઇન્ડસ્ટ્રીયલ એફલ્યુએન્ટ માટે કરવાનો હતો પણ કમનસીબે પાઇપલાઇનમાં ડોમેસ્ટિક જોડાણો  અપાયાં છે. જેના લીધે પણ સમસ્યા વકરી છે. વટવા અને ઓઢવના ઉદ્યોગો દ્વારા પણ અનટ્રિટેડ પાણી છોડવામાં આવી રહ્યુ છે

નરોડામાંથી રોજ ૩૦ લાખ લિટર,ઓઢવમાંથી ૧૫ લાખ લિટર,વટવામાં ૨૦૦ લાખ લિટર અને નારોલમાંથી ૧૨૫૦ લાખ લિટર અનટ્રિટેડ પાણી છોડવામાં આવે છે જે સાબરમતીને પ્રદુષિત બનાવવા માટે જવાબદાર છે

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ પ્રદુષિત પાણી છોડતા ઉદ્યોગો સાથે હાથ મિલાવી સમસ્યા પ્રત્યે આંખ મિંચામણા કરી રહ્યા છે.પર્યાવરણ સાથે ચેડાં થઇ રહ્યા છે તેમ છતાંય મામલે સરકાર પણ મૌન ધારણ કરી રહી છે.

(5:40 pm IST)