ગુજરાત
News of Friday, 9th February 2018

અમદાવાદના મણિનગરમાં વલ્લભધામ હવેલીનો દશાબ્દી મહોત્સવઃ ગૌસ્વામી રાજેશકુમારજીના જન્મદિનની ઉજવણી

શ્રી વલ્વભધામ હવેલી ખાતે દશાબ્દી મહોત્સવની તારીખ ૯થી૧૧ સુધી ઉજવણી

 

વૈષ્ણવ સંપ્રદાય મણીનગર ની શ્રીવલ્લભધામ હવેલી નો દસમો પાટોત્સવ અને વૈષ્ણવાચાર્ય ગસ્વામી રાજેશકુમારજી મહારાજ ના જન્મદિન ની ઉજવણી. 9 ફેબ્રુઆરી ને સાંજે 5 વાગે ભવ્ય છપ્પનભોગ. જેમા 56 ના પ્રકારના વ્યંજનો ભોગ ધરવામા આવશે.
10
ફેબ્રુઆરી જન્મદિન પ્રસંગે. સવારે 10 વાગે. બેન્ડબાજા અને વૈષ્ણવ ચિન્હો નિશાન ડંકા, આયુધો સાથે શોભાયાત્રા,  12:00 વાગે મહારાજશ્રી ની વૈદિક પુજાવિધી થશે. તેમા વૈષ્ણવ આચાર્યશ્રી તથા વિઘવાન પંડીતજી અને મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ હાજર રહેશે. તથા સાંજે 5:00 થી 7:00 ધર્મ સભા કિર્તનગાન યોજાશે. 11 ફેબ્રુઆરી ને સવારે 10:00 વાગે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, તથા વસ્ત્રદાન થશે.  અને સાંજે 6:00 વાગે રસીયા ગાન મહોત્સવ નુ આયોજન શ્રીવલ્લભધામ હવેલી જયહિન્દ ચારરસ્તા મણિનગર ખાતે ઉજવાશે.

(5:25 pm IST)