ગુજરાત
News of Friday, 9th February 2018

ગાંધીનગરમાં સાવકા પિતાની હવસનો શિકાર પુત્રી બનતા અરેરાટી

ગાંધીનગર: શહેર નજીક આવેલા ઝુંડાલમાં ઈંટોના ભઠ્ઠાની વસાહતમાં રહેતાં પરિવારમાં સાવકા પિતાએ સગીર પુત્રી ઉપર બે-બે વાર બળાત્કાર ગુજારતાં ચકચાર મચી છે. માતાની નજર સામે બનેલી ઘટનાને પગલે સગીરાની માતાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ માટે દોડધામ રૂ કરી છે. અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પરપ્રાંતની પરિણીતાને પ્રથમ પતિ સાથે છુટાછેડા થયા બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા. જેમાં તે બે પુત્રીઓને પણ સાથે લઈને આવી હતી. પરિવાર ઝુંડાલ નજીક ઈંટોના ભઠ્ઠાની વસાહતમાં રહેતો હતો. જ્યાં અન્ય ચાર સંતાનોને પણ પરિણીતાએ જન્મ આપ્યો હતો. જો કે પત્નિ સાથે આવેલી ૧પ વર્ષીય પુત્રી ઉપર સાવકા પિતાએ બે દિવસ અગાઉ બે-બે વાર બળાત્કાર ગુજારતાં રાત્રિના સમયે બનેલી ઘટનાને પગલે માતા અને પુત્રી હેબતાઈ ગયા હતા. આરોપી એવો મહિલાનો પતિ નોકરીએ પણ જતો નહોતો. છેવટે ગઈકાલે તે કામ ઉપર ગયો ત્યારે પરિણીતા તેની પુત્રીને લઈને અડાલજ પોલીસ મથકે પહોંચી હતી જ્યાં પરીણીતાની ફરિયાદના આધારે તેના પતિ સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ માટે દોડધામ રૂ કરવામાં આવી છે.

(5:21 pm IST)