ગુજરાત
News of Friday, 9th February 2018

છત્રાલ જીઆઈડીસીમાં કંપનીના મલિક સાથે 1.17 કરોડની છેતરપિંડી આચરનાર 10 વિરુદ્ધ ગુનો દાખલ

કલોલ:છત્રાલ જીઆઇડીસીમાં આવેલી મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ કંપનીના માલિક સાથે છેતરપીંડી આચરી ૧.૧૭ કરોડની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ મથકે દાખલ થઇ છે. ત્યારે પોલીસે દસ જણા વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. છત્રાલ જીઆઇડીસીમાં આવેલી મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો કેયુર મધુસુદન મોદીની કંપની પાસેથી કેમીકલની ખરીદી કરતા હતા. શરૂઆતમાં કેમીકલના પુરા પૈસા આપી વ્યવહાર સાચવતા હતા. જેથી કેયુર મોદીને મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો ઉપર વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ કેમીકલ ખરીદી ૧.૧૭ કરોડના જુદા જુદા ેકો આપ્યા હતા. એકાઉન્ટમાં પૈસા નહીં હોવા છતાં પણ ચેકો આપ્યા હતા. જેથી પોતાની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતા દશલઘન કંપનીના માલિક કેયુર મધુસુધન મોદીએ આ અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના રાજેશ નંદલાલ ભટ્ટ, રાજેશ હરજીવનદાસ સવાણી, વિશાલ પ્રવિણભાઇ પટેલ, સુરેશ બી. પટેલ, પ્રતિક વિનોદભાઇ પટેલ, અનિલ કાશીરામ પટેલ, અશોક ચતુરભાઇ પટેલ, ભરત કાશીરામ પટેલ, માધવલાલ ચતુરદાસ પટેલ અને બિપીન રામભાઇ પટેલ વિરૂદ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.

 

(5:21 pm IST)