ગુજરાત
News of Friday, 9th February 2018

19 વર્ષીય બહેનને ધાક ધમકી આપી બળજબરીથી લગ્ન કરનાર સુરતના પિતરાઈ ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:ડીંડોલીમાં રહેતી ૧૯ વર્ષિય યુવતીને ધાક ધમકી આપી મુંબઈ રહેતો પિતરાઈ ભાઈ અપહરણ કરી મુંબઈ લઈ ગયો હતો અને બળજબરીથી લગ્ન કર્યા હતા. બાદમાં તે યુવતીને સુરત મૂકી ગયો હતો. દોઢ માસ અગાઉની ઘટનામાં યુવતીએ ગતરોજ પિતરાઈ ભાઈ સહિત ૭ વિરૂધ્ધ ડીંડોલી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, ૧૯ વર્ષીય નિર્ભયા (નામ બદલ્યું છે)નું ગત ૨૩ ડિસેમ્બર, ૨૦૧૭ ની સાંજે ચાર વાગ્યે તેના ઘરેથી જ ફોઈનો દીકરો સ્વપ્નીલ તાનાજી સાબળ (ઉં.વ.૩૦, રહે. શુભદ્રા નિવાસની ચાલ, સોના હોસ્પિટલની સામે, ભટવાડી, ઘાટકોપર (વેસ્ટ મુંબઈ) નિર્ભયા અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી અન્યો સાથે મળી અપહરણ કરી મુંબઈ લઈ ગયો હતો. ત્યાં સ્વપ્નીલે નિર્ભયા સાથે મંદિરમાં મંદિરના કાગળો ઉપર અને વકીલે લાવેલા રજીસ્ટરમાં સહીઓ તથા અંગૂઠો કરાવી બળજબરીથી લગ્ન કરી લીધા હતા. બાદમાં તે ૨૮ મી ડિસેમ્બર, ૨૦૧૭ નાં રોજ નિર્ભયાને સુરત પરત મૂકી ગયો હતો. આ બનાવના દોઢ માસ બાદ ગતરાત્રે નિર્ભયાએ સ્વપ્નીલ ઉપરાંત સુરેશ સુદામ સાબળે, ચંદ્રકાંત સુદામ સાબળે, દિપાલી સુરેશ સાબળે (તમામ રહે. પનવેલ, મુંબઈ) માયાબેન પારઘે, સાયલી તાનાજી સાબળે અને જ્યોતિ (ત્રણેય રહે. ભટવાડી, ઘાટકોપર, મંુબઈ) વિરૂધ્ધ અપહરણની ફરિયાદ ડીંડોલી પોલીસમથકમાં નોંધાવી હતી. વધુ તપાસ પી.એસ.આઈ. જે.પી. સોલંકી કરી રહ્યા છે.

 

 

(5:20 pm IST)