ગુજરાત
News of Friday, 9th February 2018

વડોદરામાં દૂધની ડીલેવરી કરવા નીકળેલ ચાલકે ટેમ્પા પરથી કાબુ ગુમાવતા ગોઝાર અકસ્માતમાં એકનું મોત

વડોદરા:શહેરના મકરપુરા બરોડા ડેરીમાંથી દૂધની ડિલેવરી કરવા માટે નીકળેલા ટેમ્પોચાલકે કાબૂ ગુમાવતા ડીજે અને એક્ટિવાને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ઓરકેસ્ટ્રા ગ્રુપના એક કલાકારનુ મોત નીપજ્યુ હતુ.જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઇને મામલે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે વહેલી સવારે બરોડા ડેરીમાંથી દૂધની ડિલેવરી કરવા માટે એક ટેમ્પો નીકળ્યો હતો. ટેમ્પો ચાલક જ્યારે શહેરના ચોખંડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે તેને ટેમ્પો પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો.

 

 

(5:19 pm IST)