ગુજરાત
News of Friday, 9th February 2018

તલોદ-મજરા રોડ પર વાહન અકસ્માતમાં આંઠ મહિલા સહીત 15ને ઇજા

સાબરકાંઠા: જિલ્લાના તલોદ- મજરા રોડ ઉપર ખારી નદીના પુલના છેડે થયેલા એક વાહન અકસ્માતમાં આઠ મહિલાઓ સહિત કુલ ૧૫ વ્યક્તિઓને ઈજા થઈ હતી. જે પૈકીના ૭ મુસાફરોને ભારે ઈજાઓ થતાં તલોદથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. તલોદ તાલુકાના વજાપુર ગામેથી 'છોટા હાથી' વાહનમાં પ્રાંતિજ તાલુકાના ઇન્દ્રાજપુર- પોયડા ગામે લૌકિકે જવા નીકળેલા મુસાફરોને માર્ગમાં આ અકસ્માત નડયો હતો. પુલના છે ેડે એકાએક છોટા હાથી વાહન પલ્ટીઓ ખાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. વજાપુર ગામેથી છોટા હાથી વાહનમાં વજાપુરના ઝાલા પરિવારના સદસ્યો બોભા નજીકના ઇન્દ્રાજપુર- પોયડા ગામે લોકિતે જવા નીકળ્યા હતા. આ મુસાફર ભરેલું છોટા હાથી વાહન તલોદ- મજરા રોડ ઉપરના ભાટીયા- દલાની મુવાડી વચ્ચે દોડી રહ્યું હતું ત્યારે ખારી નદીનો પુલ પસાર કર્યા બાદ પલટીઓ ખાઈ ગયું હતું. મહિલાઓ તથા પુરુષો રોડ ઉપર ફંગોળાઈ પડયા હતા જ્યાં ૮ મહિલા અને ૭ પુરુષો મળી કુલ ૧૫ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. જે પૈકીના ૨ મહિલા સહિતના ૭ મુસાફરો વધુ થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ની એમ્બ્યુલન્સ દ્વારા તલોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ ઇજાઓના કારણે ૭ ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.

 

 

(5:18 pm IST)