ગુજરાત
News of Friday, 9th February 2018

અમદાવાદના રામોલમાં અગમ્ય કારણોસર યુવાને ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

અમદાવાદઃ રામોલ માં એક યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. રામોલમાં સીટીએમ નજીક ચાર રસ્તા પાસે આવેલ ભારવી ટાવરમાં રહેતા વિક્રમભાઇ રામભાઇ પટેલ નામના યુવાને અગમ્ય કારણસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:18 pm IST)