ગુજરાત
News of Friday, 9th February 2018

પતિ-સાસુના દહેજના ત્રાસથી કંટાળી વડોદરાની પરિણીતાએ ફાસો ખાધો

વડોદરા:મારા નાના ભાઈની સગાઈમાં તેના સસરાએ સોનાની મોટી વીંટી આપી અને તારા પિતાએ મને નાની વીંટી આપી હતી, તેવા મહેણાં ટોણાં મારતાં હનુમાનપુરાના તલાટી અને તેની માતાના ત્રાસથી કંટાળી પરણીતાએ બુધવારે સાંજે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા હતો. બાપોદ પોલીસે તલાટી ચિરાગ પરમાર અને તેમની માતા ગીતાબેન વિરુદ્વ ઈપીકો કલમ ૩૦૪ (બી) હેઠળ ગુનો નોંધ્યો હતો.

સમીયાલાના પરમાર વાસમાં રહેતાં શાંતીલાલ મીઠાભાઈ પરમારની ૨૪ ર્વિષય પુત્રી અદિતીના લગ્ન એપ્રિલ૨૦૧૩માં ચિરાગ પરમાર (રહે, પરાગરાજ સોસાયટી, બાપોદ) સાથે થયાં હતા. ચિરાગ પરમાર હાલ વાઘોડિયાના હનુમાનપુરા ગામે તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરે છે. તા. ૨૮ જાન્યુઆરીએ અદિતીના દિયર રાકેશની સગાઈમાં તેના સસરાએ તેને સોનાની વીંટી આપી હતી. જ્યારે ચિરાગને તેની સગાઈ વખતે નાની વીંટી આપી હોઈ ઝઘડા થયા હતા. જેથી બુધવારે સવારે ૧૧.૩૦ વાગ્યે અદિતીએ તેના પિતાને ફોન કરી કહ્યું કે, પપ્પા તમે ગમે તેમ કરી ચિરાગને મોટી વીંટી લઈ આપો, બંને માદિકરા મારી સાથે રોજ બાબતે ઝઘડા કરે છે. જેથી શાંતીલાલે જમાઈ ચિરાગ સાથે વાત કરી થોડા દિવસોમાં મોટી વીંટી લઈ આપવા કહ્યું હતું. દરમિયાન સાંજે પોણા વાગ્યે ચિરાગે સસરાને ફોન કરી જણાવ્યું કે, અદિતીએ રૃમમાં અંદરથી સ્ટોપર મારી દરવાજો બંધ કરી દીધો છે, ખોલતી નથી, તમે તાત્કાલીક આવો. જેથી શાંતિલાલે પુત્રીના મોબાઈલ ફોન પર વારંવાર ફોન કરતાં તેણે રિસીવ કર્યા હતો. તેમણે સબંધી કમલેશ પરમારને તપાસ કરવા મોકલતાં અદિતીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

(5:18 pm IST)