ગુજરાત
News of Friday, 9th February 2018

ખંભાતમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: નવ શખ્સોની 16 હજારના મુદામાલ સાથે ધરપકડ

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મધ્યરાત્રીના સુમારે ખંભાતના મકાઈ દરવાજા પાસે આવેલા એક મકાનના વાડામાં છાપો મારીને નવ શખ્સોને પત્તા પાનાના હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને ૧૬૧૨૦ની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


મળતી વિગતો અનુસાર ગઈકાલે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી એલસીબીને હકીકત મળી હતી કે, ખંભાતના મકાઈ દરવાજા ગલીમાં આવેલા એક મકાનના વાડામાં કેટલાક શખ્સો એકત્ર થઈને જુગાર રમે છે જેથી પોલીસે છાપો મારતાં ગજમફરઅલી મહંમદ મીરઝા, ફીરોજ વજુમીંયા શેખ, અબ્દુલરહેમાન અબ્દુલરસીદ શેખ, સમીરહુસેન અખ્તરહુસેન બેલીમ, મહંમદફરીદ ઉર્ફે જોની અમીરમીંયા શેખ, મહંમદમુનાફ યાસીનભાઈ શેખ, યાસીન હસનભાઈ પઠાણ, અબ્દુલરજાક અબ્દુલકરીમ શેખ તથા મહંમદીરફાન અબ્દુલખાલીદ શેખ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી ૨૪૦૦ તેમજ અંગજડતીમાંથી ૧૩,૭૨૦ મળીને કુલ ૧૬,૧૨૦ની રોકડ રકમ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 
 

(5:18 pm IST)