ગુજરાત
News of Friday, 9th February 2018

લીબાસી પોલીસે ભલાડા-મઘરોલ રોડ પરથી બે બળદને લઇ જતા ટેમ્પાની અટકાયત કરી

માતર:તાલુકાના ભલાડા-મઘરોલ રોડ પરથી ગઈકાલે સાંજે લીંબાસી પોલીસે બે બળદો ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો જો કે ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ લીંબાસી પોલીસ ગઈકાલે સાંજે ભલાડા-મઘરોલ રોડ ઉપર પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમિયાન પૂરપાટ ઝડપે આવતા છોટા હાથી ટેમ્પાનં. જીજે- વાય વાય ૧૧૨૫ને ઉભો રાખવા ઈશારો કરતા ટેમ્પાના ચાલકે ટેમ્પો હંકારી મૂકી થોડે દૂર ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે ટેમ્પામાં બેઠેલ એક ઈસમની અટક કરી પૂછપરછ કરતાં હર્ષદભાઈ સોલંકી (રહે. રામોલ, તા. વસો) હોવાનું જણાવ્યું હતું. તેમાંથી બે બળદોને ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમા બળદોને કતલખાને લઈ જવાતા હોવાનું ખુલવા પામ્યું છે

લીંબાસી પોલીસે બે બળદો કિંમત રૂપિયા ૪૫,૦૦૦ તથા ટેમ્પો મળી કુલ ,૯૫, ૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ભાગી ગયેલ ટેમ્પા ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)