ગુજરાત
News of Friday, 9th February 2018

ઐતિહાસિક નગરી પાટણનો ૧ર૭રમાં સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

શોભાયાત્રાને નગર પાલિકા પ્રમુખ કિરીટભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવેલ : સામાજીક સંસ્થાઓ શાળાઓની ટેબ્લેટો શોભાયાત્રામાં આકર્ષણરૂપ બન્યા

પાટણ, તા. ૯ : પાટણ ખાતે નગરના ૧ર૭રમાં સ્થાપના દિને વિરાંજણ કાર્યક્રમ  યોજાયો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે તેમના ભૂતકાળને ગરીમાપૂર્વક વર્તમાનમાં બદલવા અપીલ કરી હતી.

આ પ્રસંગે શીહોરી ગામના રાજપૂત કન્યાઓએ તલવાર નૃતત્ય કરી શૌર્યતાનું પ્રદર્શન કરાયું હતું. રાજપૂત સમાજના ૧પ જેટલા ઘોડે સવારો બાઇક સવારોએ આકર્ષણ જગાવ્યું હતું.

ઐતિહાસિક નગરી પાટણનો ગઇકાલે ૧ર૭રમાં જન્મ ઉજવાયો હતો. પાટણ એ ગુજરાતની રાજધાનીનું શહેર હતું. અણિહીલ પુર પાટણ રાજ સધ્ધરાજ મિનળ દેવેવે મૂળરાજસિંહની આ જન્મ ભૂમિ ઉપર આજ પણ જેની વિશ્વ વિરાશમાં નોંધ લેવાય છે તે રાણકીવાવ, ગંગાતળાવ ૧૩૦૦ વર્ષના વહાણા વાયા  છતાં અણનમ રાજધાનીની શોભા વધારતા  ઠેર ઠેરથી રાજવી-રાજપૂતો તેમજ પાટણના પ્રતિષ્ઠિત નામના સર્જે  મોટી સંખ્યામાં બનાવાવા હાજર રહ્યા હતાં. પાટણમાં ૧ર  દરવાજા અને ૧૩ફુટ બારી ઇતિહાસના સાક્ષી પૂરે છે. આજે બગીચોમાં રાજવીઓ અને ધારાસભ્યથી શહેરનો આકર્ષણ જમાવ્યું હતું.(૮.૪)

(4:51 pm IST)