ગુજરાત
News of Friday, 9th February 2018

સુરત : BRTSમાં કાર ચલાવનાર PI નકુમને સસ્પેન્ડ કરતા સી.પી.શર્મા

સામાન્ય માણસે ખખડાવ્યાનો વિડીયો વાયરલ થતા પગલા

રાજકોટ, તા. ૯ :  સુરતમાં BRTS રૂટ ઉપર કાર ચલાવનાર ટ્રાફિક પી.આઇ. નકુમને પોલીસ કમિશ્નર શ્રી સતીષ શર્માએ સસ્પેન્ડ કર્યા છે.

સોશ્યલ મીડીયામાં એક વીડીયો વાયરલ થયો હતો. જેમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર એમ. આર. નકુમ BRTS રૂટમાં ડ્રેસ સાથે એક સામાન્ય માણસ ખખડાયતો હોય જો સામાન્ય માણસ BRTS પોતાનું વાહન ચલાવે તો પોલીસવાળા તેને પકડી પાડે છે. દંડ ફટકારે છે. પોલીસવાળા વાહન ચલાવે તેવું શું ? આ વિડીયો બાદ સુપ્રી. પોલીસ કમિશ્નરે સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. (૯.ર૭)

(4:50 pm IST)