ગુજરાત
News of Friday, 9th February 2018

સાવધાન,.વલ્લભ વિદ્યાનગરમાં ૪ લાખના નકલી NSC સાથે ૩ શખ્સોની ધરપકડ

નકલી પાનકાર્ડ તેમજ પોસ્ટ ઓફિસના સિક્કા પણ મળ્યાઃ નકલી સર્ટી,ના આધારે લોન પણ લઇ લીધીઃ મોટા કૌભાંડની આશંકા

આણંદ તા.૯: આણંદના વલ્લભ વિદ્યાનગરમાં નકલી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે કરવામાં આવી છે. ત્રણ શખ્શોને ઝડપી લેવાયા છે.

ધરપકડ કરાયેલા વ્યકિત પાસેથી નકલી પાનકાર્ડ તેમજ પોસ્ટ ઓફિસના સિક્કા પણ મળ્યા છે.આ શખ્સો દ્વારા સુરતની અલ્હાબાદ બેંકમાંથી નકલી સર્ટી.ના આધારે ૧.૨૦ લાખની લોન પણ લેવામાં આવી હતી તેવું ખુલ્યું છે.

ઊંડાણથી તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવનાની વકી છે.

(12:51 pm IST)