ગુજરાત
News of Friday, 9th February 2018

ટમેટાના ભાવમાં ગાબડાં: ખેડૂતોને નુકશાનઃ ખર્ચ કાઢવો મુશ્કેલઃ વાવેતર નહિ કરવા મન બનાવ્યું

કોઈ ખરીદનાર નહિ હોવાથી પશુઓને ખવડાવી દેવા મજબુર

રાજકોટઃ છેલ્લા મહિનામાં આસામને પહોંચી ગયેલા ટમેટાના ભાવમાં હાલમાં જબરું ગાબડું પડ્યું છે અને છુટક બજારમાં ૧૦ રૂપિયે કિલોના ભાવે પહોંચી ગયા છે. જોકે હોલસેલ ભાવ માત્ર એક -રૂપિયા જેવો થઇ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠામાં ટમેટાનું અઢળક વાવેતર થાય છે.આ સિઝનમાં ટમેટાંનો ભાવ ગગડયો છે પરિણામે ખેડૂતોને ટમેટાંના વાવેતર માટે માંડવા,જંતુનાશક દવા,ખાતર,મજૂરીનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. હોલસેલ બજારમાં ટમેટાના મણનો ભાવ ૨૦-૨૫ બોલાઇ રહ્યો છે. અને પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતો ચિંતાતુર થયા છે. ટમેટાના ખરીદનાર જ નથી જેથી ટમેટા પાણીના ભાવે વેચવા ખેડૂતો મજબૂર બન્યાં છે.

સાબરકાંઠા જીલ્લામાં ૧૦૫૦ હેકટરમાં ટમેટાની ખેતી કરવામાં આવી હતી. જો કે ટમેટાના ઉત્પાદન સમયે જ ખેડૂતોને કમાવાને બદલે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ટમેટાના ભાવ નીચા જતા બજારમાં ટમેટા લાવવાનું ખેડુતોએ બંધ કરી દીધું હતું. તો કેટલાક ખેડુતોએ તો ખેતી કરવાનું પણ છોડી દીધું હતું.  (૪૦.૩)

(8:41 pm IST)